Amishaben Unadkat

અમીષા ઉનડકટ, હું શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ માં રહી ને મોટી થઈ અને MCA સુધી નો અભ્યાસ પૂર્ણ કર્યો. અત્યારે હું IT Professional તરીકે અહમદાબાદ નોકરી કરી રહી છુ અને મારા પતિ અને બાળક સાથે અહમદાબાદ રહુ છુ. મારી આ સફળતા માટે સંસ્થાનો હું ખુબ ખુબ આભાર માનુ છું.

Brijesh Jethva

આજ થી લગભગ 12 વર્ષ પહેલા હું આ સંસ્થા માં આવેલો. હું આજે પણ કુદરત નો ખુબ આભારી છૂ કે જયારે મને એ છાત્રછાયા ની જરૂર હતી ત્યારે મારો આ સંસ્થા સાથે ભેટો કરાવ્યો અને મને મારા વડીલ અને ગુરુ સમાન આ સંસ્થા ના ટ્રસ્ટીઓ, ગૃહમાતા તથા અન્ય ગૃહ-અવેક્ષક મળ્યા. મારું ધોરણ 10 સુધી ખુબ સારી જસાણી વિદ્યાલય માં અભ્યાસ કરાવ્યો. ખુબ આગળ વધાર્યો અને અમને ગૃહ માતા ના પ્રેરણા ભર્યા વચનો અને એમની એક્સટ્રા ટ્યુશન ની મહેનત અમને વધારે અભ્યાસ માટે રુચિ આપતી. ત્યાર બાદ મને ડિપ્લોમા એન્જીનીયરિંગ (સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ) અભ્યાસ કરાવા માટે તથા મને ભણવાની પ્રેરણા આપવા માટે પણ ખુબ આભાર .

સંસ્થાની ઉચ્ચ પ્રતિષ્ઠા ના લીધે અમારું કોલેજ અને સ્કૂલ માં ખુબ માન હતું અને અમારા પ્રત્યે ખુબ સારો વ્યવહાર હતો. ત્યાર પછી મારી ઈચ્છા હતી ઉચ્ચ અભ્યાસ ડિગ્રી કરવાની તેમાં આગળ અભ્યાસ માટે ડિગ્રી માં (દર્શન એન્જીનીયરિંગ કોલેજ ) એડમિશન માટે પરવાનગી આપી હું એ દિવસ માટે ખુબ આભારી છૂ આભાર શબ્દ ખુબ નાનો રહેશે, અને મને ખુબ ખુશી મળશે જયારે મને તક મળશે આ સંસ્થા નું ઋણ અદા કરવા મળશે આજે પણ મારાથી બનતી કોઈ પણ મદદ માટે હું તૈયાર છૂ.ડિગ્રી બાદ મને કમ્પ્યુટર કોર્સ માટે બેંગલોર જવાનુ હતું અને ત્યારે પણ માનનીય ટ્રસ્ટી તથા ગૃહ સભ્યો એ મારા પર વિશ્વાશ રાખીને મને એ કોર્સ માટે પરવાનગી આપી. અને મેં વચન આપ્યું હતું કે હું આ કોર્સ માં સફળ થઈસ અને ખુબ મહેનત કરીશ જેથી આ સંસ્થા નું નામ ખુબ આગળ વધે. અને આજે હું સફળ છૂ અને આગળ પણ સંસ્થા નું ખુબ નામ પ્રતિષ્ઠિત કરીશ.આ સંશ્થા નો ખુબ ખુબ આભાર જેના લીધે હું એટલો સફળ થયો તથા મારા કરિયર ને એટલા સારા માર્ગ આપ્યા બાદ આજે હું 2019 ના રેકોર્ડ મુજબ વિશ્વ ની 31 મી બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ મા આવતી Accenture- બેંગ્લોર કંપની માં જોબ કરું છૂ જેમાં હાલ 4.50 લાખ વાષિૅક પેકેજ છે અને આ બધી સફળતા નું શ્રેય આ સંસ્થા ને આપું છૂ.

Jitendra Makvana

Myself, Jitendra Makvana. Today, I got a chance to tell the secret of my life's proud achievement.

I was born in Porbandar (Gujarat-India). I lost my parents at the age of 7 year old. After that one of the biggest and life-changing decisions has been taken by other family members to finish my admission to orphanage NGO’s name is Shri Kathiawar Nirashrit Balashram-Rajkot.

The time I was admitted to an orphanage NGO, I was upset and it's very difficult to accept time schedule, discipline, and study schedule but with time I find myself comfortable and a little fortunate. Then I have started focusing on the study and other activities like games, festival celebrations. Those activities and studies are very difficult to make habits but I did with the help of teachers and caretakers at NGO. When days passed, I am confident enough about my study which appeared in better performance at schools exams.

During the time period of 14 years in the orphanage NGO, I have observed lots of increment progress within myself. In the time I have spent at NGO I have learned the value of time and knowledge, discipline, ritual, and also make these things good habits. Those periods of my life is very precious and meaningful because of the things I have learned including knowledge, time management, discipline, and good habits bring me towards one of the life's achievement. I have achieved all the above habits and incremental changes within me with the support of NGO caretakers and guardians. The guardians are our trustees who teach us life lessons by telling the story and real-life scenarios. We are inspired by them and their real-life storytelling scenario. In difficult times those stories give me the strength to fight against the problems.

I have achieved one of the milestones of my life which is creating a better place within society. After the completion of graduation, I have got a job opportunity from India's best IT industry which is Tata Consultancy Services. This is one of the big achievements of my life because after accepting the job opportunity, I have decided to make myself better by accepting the new challenges which finally lead me to a better future. I have completed 5 years in TCS and am well settled in my life. Continuously looking for a better future and working hard for that.

Today, I am telling my life's achievement story only because of the Shri Kathiawar Nirashrit Balashram. One of the finest orphan age NGOs which is greatest because it's doing hard work for the children who are helpless and orphan like us. I am very thankful to God for giving me an orphanage NGO like Shri Kathiawar Nirashrit Balashram-Rajkot.

Kalpesh Unadkat

કલ્પેશ ઉનડકટ, હું શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ માં રહીને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો. અત્યારે હું SDM તરીકે છોટા ઉદેપુર ખાતે ફરજ બજાવી રહ્યો છું. સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર.

Maheshbhai Chhatbar

વાત એક એવા બાળકની કે જે 5 વર્ષ ની કુમળી વયે જયારે બાળકોને રમકડાંથી રમવાની ઉમ્ર હોય, કે જયારે મમ્મી-પપ્પા પાસે લાડ પુરા કરવાની જીદ હોય, પરંતુ આ બાળક અને તેની ત્રણ બહેનો સાથે કુદરતે જ મોટી રમત રમી, અને એક જ ક્ષણ માં બધું જ છીનવી લીધું. આ બાળકો પિતાની છત્રછાયા ગુમાવતા નોંધારા થઇ ગયા, અને માતાની પરિસ્થિતિ ન હતી કે એક ટંકનું ભોજન ની વ્યવસ્થા પણ કરી શકે. ત્યારે આ બાળકો માટે રાજકોટ ની 'શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ' સંસ્થા કે જે અનાથ બાળકોને માતા-પિતાનો પ્રેમ અને હૂંફ આપીને ઉછેર કરે છે, તેને સહારો અને આશરો આપ્યો.

આ સંસ્થાએ આ બાળકો 1 ભાઈ અને 3 બહેનો, તેમને જરુરી શિક્ષણ આપ્યું, તેમજ એક માતા-પિતા તરીકે બધી ફરજ પુરી કરી અને શિક્ષણ પુરુ થતા બહેનોને લગ્નની ઉંમ્ર એ લગ્નજીવન ની શરૂઆત માટે પણ એક માતા-પિતા જે રીતે પોતાની દીકરી માટે વિચારે તે રીતે યોગ્ય સમય અને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવ્યા. તેમજ આ બહેનો નો લાડકવાયો ભાઈ મહેશ છાટબાર મહેનત કરી અને ગુજરાત સરકાર ના પોલીસ વિભાગ માં નોકરી માટે સફળ થયેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

હાલમાં મહેશ છાટબાર તથા તેમની ત્રણ બહેનો પોતાને મળેલ સંસ્થા તરફથી સારું જીવન અને સેવાનો લાભ અન્ય અનાથ બાળકોને મળે અને આ રીતે નિરંતર સેવા ચાલુ રહે તે માટે સેવાકિય પ્રવુતિમાં પણ કાર્યરત છે. અને આ સામાજિક સેવાના કાર્યો કરતા મહેશ અને તેમની બહેનો પોતાના જીવનને ધન્ય અનુભવવા સાથે 'શ્રી કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ' સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

Nirav Ghediya

મારી નાનપણની ઉંમરમાં મેં માતા-પિતા ગુમાવ્યા. મને યાદ પણ નથી કે ત્યારે મારી ઉમર કેટલી હશે એટલો નાનો હતો કે મને મારા માતાપિતાનો ચેહરો પણ યાદ નથી.લગભગ 3 વર્ષ નો હોઈશ હું કે જયારે મારા પિતાનું અવસાન થયું અને મમ્મી મને છોડીને જતી રહી. એ પછી મારા ભાભુએ મને સાચવ્યો, પણ તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે એમને મને મારી સારી પરવરીશ માટે કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ માં મુક્યો.

હું ચોથા ધોરણમાં હતો ત્યારે કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં આવ્યો ને મેં મારી BBA ની ડિગ્રી ત્યાં રહીને પ્રાપ્ત કરી. તેના માટે બાલાશ્રમેં મને આર્થિક રીતે સહાય કરી છે. હું મારા આ 12 વર્ષની કાઠિયાવાડ બાલાશ્રમમાં મુસાફરીની વાત કરું તો ત્યાં મને મારા જેવા ભાઈઓ મળ્યા. ત્યાંના સંચાલક પ્રતિભાબેન અને સુરેશસરેઅમને પોતાના બાળકોની જેમ સાચવ્યા.અમને માતાપિતાનો પ્રેમ, સારી શિક્ષણ મળ્યું અને શિસ્ત શીખવી. અમે બાલાશ્રમમાં સાથે મળીને બધા તહેવારો પરિવાર ની જેમ ઉજવતા. Father's Day, Mother's Day, ગુરુ પૂર્ણિમા, હોળી, દિવાળી, મકરસંક્રાંતિ...આ ઉપરાંત બર્થડે, દત્તકવિધિ, પ્રવાસ ની મજા ને આવી ઘણી બધી યાદગાર પળો જે યાદ કરી હૈયું ભરાઈ આવે છે.

જયારે હું BBA ના છેલ્લા વર્ષમાં હતો ત્યારે TCS Campus Interview માં select થયો ને 2 વર્ષ મેં TCS માં જોબ કરી. ત્યારપછી મારી કારકિર્દીને વધારવા મારે ઉચ્ચ શિક્ષણ માટે MBA કરવાની ઈચ્છા હતી, તેના માટે મેં અમારા કાઠિયાવાડ બાલાશ્રમના ભૂતપૂર્વ ટ્રસ્ટી ને અમારા પાલકપિતા એવા શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલને વિનંતી કરી, ત્યારે જ તેમને અને પ્રવીણભાઈ એ મને કીધું કે તારે જે કોઈ કોલેજ માંથી MBA કરવું ત્યાંથી કરી શકે છે. અમે તારો ખર્ચ ઉપાડીશું ને 2020 માં મેં MBA(Finance) ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેના માટે હું શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ અને પ્રવીણભાઈ નો ખુબ ખુબ આભાર માનું છું કે હું બાલાશ્રમ માંથી છૂટો થયો પછી પણ તેમને મને MBA આર્થિક સહાય કરી છે.

બાલાશ્રમ તરફથી મને પ્રેમ, લાગણી, સંસ્કાર, શિક્ષણ, શિસ્ત મળ્યા છે. તેના માટે હું બાલાશ્રમ પરિવારનો ખુબ ખુબ આભારી છું. કે જેમને મારા જેવા અનેક અનાથ બાળકોની માનસિક અને આર્થિક રીતે મદદ કરી છે, ને અને અમને આ સમાજમાં પોતાના પગ પર ઉભા કર્યા છે. આજે હું TCS (Tata Consultancy Services) માં સારી Post પાર નોકરી કરું છું એના માટે મને બાલાશ્રમ એ મદદ કરી છે અને બાલાશ્રમ થકી આજે હું આ મુકામ પર છું.

બાલાશ્રમ ના ભૂતપૂર્વ ટ્રસ્ટી ને અમારા પાલકપિતા એવા શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલની વાત કરું કે જેમને 2010માં બાલાશ્રમમાં શિક્ષણયજ્ઞ શરૂ કર્યો કે જેમાં બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તે પછી બાળકોને તેની રુચિ મુજબ તેની કારકિર્દી માં અભ્યાસ માટે બાલાશ્રમ આર્થિક અને માનસિક રીતે મદદરૂપ બને છે. આ ઝુંબેશ માટે બાલાશ્રમના બધા ટ્રસ્ટીઓએ અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સાથ સહકાર અને સંમતિ આપી છે, અને આજે પણ આ ઝુંબેશ અવિરત પણે ચાલુ છે. તેના માટે હું જેટલો બાલાશ્રમના ટ્રસ્ટીઓનો આભાર માનું એટલો ઓછો છે.

Rajan Parmar

આદરણીય કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ના તમામ સ્ટાફનો હું આપ સૌનો ખુબ ખુબ આભારી છુ.

મારુ નામ રાજન જેન્તિભાઇ પરમાર છે. હું વર્ષ 2003 થી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ માં રહેતો ત્યાં મને રહેવાની સાથે અભ્યાસ કરવાની ખુબ સારી તક મળી અને મેં વર્ષ 2018 સુધી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં રહીને અભ્યાસ પૂર્ણ કરેલ. મારા માતા-પિતા મેં બાળપણમાં ગુમાવેલ હતા પરંતુ મને જે - તે સમયના સંસ્થાના સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા ખુબ હૂંફ અને લાગણી તેમજ મારા અભ્યાસ થી લઈને નોકરી સુધીના દરેક સમયે મદદ અને સહકાર મળેલ છે. આજ હું ખુબ સારી રીતે કમાવ છુ અને ખુશ છુ.

Direction Donate